તા. ૧૪/૦૩/૨૦૨૭, રવિવાર (ફાગણ સુદ છઠ)
સહર્ષ જણાવવાનું કે, શ્રી પાંચગામ ગુજરાતી સઈ સુથાર દરજી જ્ઞાતિ દ્વારા અમદાવાદ મુકામે આદર્શ વિવાહનું આયોજન કરવામાં આવેલ છે.
આયોજનની મુખ્ય વિગતો અને નિયમો
- આદર્શ લગ્ન: બંને પક્ષના ૨૫-૨૫ સભ્યો તેમજ મુખ્ય કમિટી સભ્યોની હાજરીમાં સાદાઈથી અને મર્યાદિત ખર્ચે લગ્ન સંપન્ન કરવામાં આવશે.
- નોંધણી મર્યાદા: ઓછામાં ઓછા ૨ લગ્ન નોંધાશે તો જ કાર્યક્રમનું આયોજન થશે. વધુમાં વધુ ૫ લગ્ન વહેલા તે પહેલાના ધોરણે નોંધવામાં આવશે.
- છેલ્લી તારીખ: લગ્ન નોંધણી તા. ૧૫/૧૧/૨૦૨૬ સુધી સ્વીકારવામાં આવશે.
- ટોકન ડિપોઝિટ: નોંધણી વખતે બંને પક્ષે ₹૫૦૦/- ટોકન પેટે જમા કરાવવાના રહેશે, જે લગ્ન સંપન્ન થયા બાદ પરત કરવામાં આવશે.
- ડોનેશન : આદર્શ વિવાહ નિમિત્તે કોઈ ફરજિયાત ડોનેશન ઉઘરાવવામાં આવશે નહીં. ફક્ત “કન્યાદાન” પેટે ભેટ/પ્રેઝન્ટ સ્વીકારવામાં આવશે.
- સ્વૈચ્છિક સહયોગ: જો કોઈ વ્યક્તિ પોતાની સ્વેચ્છાએ દાન કે ભેટ આપવા ઇચ્છુક હોય તો તે આવકાર્ય છે (કોઈ દબાણ કે ફરજિયાત નથી).
લગ્ન સ્થળ
શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર યુથ ફોરમ,
શ્રીનાથ બસ ડેપો સામે, વિશ્વકર્મા મંદિર રોડ,
નવા વાડજ, અમદાવાદ.
