પાંચગામ પરગણા સમિતિ

ટ્રસ્ટ વિશે માહિતી

ટ્રસ્ટની સ્થાપના અને નોંધણી

ભૂતપૂર્વ વડીલોએ પૂર્વના નામ અનુસાર ટ્રસ્ટનું નામ "શ્રી પાંચ-ગામ ગુજરાતી સાઈ સુથાર દરજી જ્ઞાતિ સમાજ" રાખ્યું હતું, જે વર્ષ ૨૦૧૧ માં અસ્તિત્વમાં આવ્યું.

ટ્રસ્ટનો નોંધણી નંબર ૪૦૩૫ છે અને તે અમદાવાદમાં નોંધાયેલ છે.

વહીવટ વ્યવસ્થા

ટ્રસ્ટના વહીવટ માટે દર 3 વર્ષે વહીવટી કમિટી બનાવવામાં આવે છે. આ કમિટીને ચેરિટેબલ ટ્રસ્ટના બંધારણ અનુસાર, સર્વાનુમતે હોદેદારો તરીકે નિયુક્ત કરવામાં આવે છે.

વહીવટ અને સંચાલન પણ સર્વાનુમતે કરવામાં આવે છે જેથી સમાજના તમામ કાર્ય વ્યવસ્થિત અને પારદર્શક રીતે ચાલે.

હિસાબ અને બેઠક

દર વર્ષે ટ્રસ્ટના હિસાબોનો ઓડિટ કરવામાં આવે છે અને સાધારણ સભા બોલાવવામાં આવે છે જેમાં આવક-જાવક અને સરવૈયું રજૂ થાય છે.

સમાજસેવા અને દ્રષ્ટિકોણ

ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ સમાજની સેવાકીય પ્રવૃત્તિઓને આગળ વધારવો છે અને સમગ્ર સમાજને એકતાપૂર્વક આગળ લાવવો છે – એ જ આશા અને દ્રષ્ટિકોણ છે.

વાર્ષિક જનરલ મીટીંગ - ૨૦૧૯, અમદાવાદ

વ્હાલા જ્ઞાતિબંધુઓ, આનંદની લાગણી સાથે જણાવવાનું કે તા. ૨૩-૬-૨૦૧૯ ના રોજ શ્રી ગુપચુપ હનુમાન મંદિર, પાટલોડિયા, અમદાવાદ ખાતે વાર્ષિક જનરલ મીટીંગ યોજાઈ હતી. જ્ઞાતિના આદરણીય વડીલો તથા સભાસદોએ મોટી સંખ્યામાં હાજરી આપી ખૂબ સહકાર આપ્યો હતો.

મીટીંગમાં વાર્ષિક આવક-જાવકનું સરવૈયું રજૂ કરાયું, કેલેન્ડર ડ્રો ઈનામ વિતરણ, સમૂહ લગ્ન, મહિલાઓ માટેના કાર્યક્રમો, વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પ્રોત્સાહન તેમજ જ્ઞાતિના વિકાસ માટે યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

ટ્રસ્ટીના હોદ્દેદારો

૧. પ્રમુખ - શ્રી જગદીશભાઈ વાડીલાલ દરજી
૨. ઉપપ્રમુખ - શ્રી મહેશભાઈ મગનલાલ ચૌહાણ
૩. મંત્રી - શ્રી જીતેન્દ્રભાઈ બચુભાઈ દરજી
૪. સહમંત્રી - શ્રી ચંદ્રશેખર અમૃતલાલ કડીવાળા
૫. ખજાનચી - શ્રી હિંમતલાલ છોટાલાલ લોલાડીયા
૬. સભ્ય - શ્રી નિકુંજભાઈ પરષોત્તમભાઈ દરજી
૭. સભ્ય - શ્રી પીયુષભાઈ મુળચંદદાસ દરજી
૮. સભ્ય - શ્રી હસમુખભાઈ ત્રિભોવનદાસ વધાડીયા
૯. સભ્ય - શ્રી રાજેશકુમાર હરગોવનભાઈ પાલીયા
૧૦. સભ્ય - શ્રી અરવિંદભાઈ સોમાભાઈ દરજી

સલાહકાર કમિટી

શ્રી અમૃતભાઈ ડાહ્યાભાઈ કડીવાળા (અમદાવાદ)
શ્રી શરદભાઈ નટવરલાલ દરજી (અમદાવાદ)
શ્રી રતિલાલ દલસુખરામ લોલાડીયા (અમદાવાદ)
શ્રી મુકેશભાઈ જયંતિલાલ દરજી (કડી)
શ્રી રાજેશભાઈ હીરાલાલ પરમાર (વિરમગામ)
શ્રી કિરીટભાઈ નાથાલાલ દરજી (વિરમગામ)
શ્રી ધનશ્યામભાઈ ચુનીલાલ દસાડીયા (પાટડી)
શ્રી વિનોદભાઈ અમૃતભાઈ દરજી (આણંદ)
શ્રી ગોવિંદભાઈ જગજીવનદાસ દરજી (ગાંધીનગર)
શ્રી ચંદ્રકાન્તભાઈ ભગવાનદાસ સિહોરા (વડોદરા)

ગામવાર પ્રતિનિધી

કડી

  • શ્રી જશુભાઈ શાંતીલાલ દરજી
  • શ્રી ધીરૂભાઈ બુધાલાલ દરજી
  • શ્રી દિલીપભાઈ બુધાલાલ દરજી
  • શ્રી વિનોદભાઈ જયંતીલાલ દરજી
  • શ્રી મુકેશભાઈ અર્જુનભાઈ દરજી
  • શ્રી કેતનભાઈ રસીકભાઈ દરજી

વિરમગામ

  • શ્રી અશોકભાઈ વિરચંદભાઈ ચૌધરી
  • શ્રી શૈલેષભાઈ ભરતભાઈ દરજી
  • શ્રી બ્રીજેશભાઈ રમણભાઈ નગરીયા
  • શ્રી રાજેશભાઈ મુકુંદભાઈ દરજી
  • શ્રી સંજયભાઈ કિરીટભાઈ દરજી
  • શ્રી ચિરાગભાઈ દીલીપભાઈ દરજી

પાટડી

  • શ્રી સુરેશભાઈ છનાલાલ દરજી
  • શ્રી હરેશભાઈ ગોવિંદભાઈ દરજી
  • શ્રી જીતેશભાઈ પ્રહલાદભાઈ મિસ્ત્રી
  • શ્રી ભાવેશભાઈ પ્રવિણભાઈ મિસ્ત્રી

માંડલ

  • શ્રી સુરેશભાઈ કાંતિલાલ દરજી
  • શ્રી કૌશિકભાઈ ગીરધરલાલ દરજી

ગાંધીનગર

  • શ્રી કનુભાઈ ગોવિંદભાઈ દરજી
  • શ્રી લલીતભાઈ કેશવલાલ દરજી
  • શ્રી શકરચંદ ગોવિંદલાલ દરજી

અમદાવાદ

  • શ્રી શૈલેષભાઈ શકરચંદ દરજી (સોલા રોડ)
  • શ્રી નગીનભાઈ મણીલાલ રાઠોડ (સોલા રોડ)
  • શ્રી જીતેન્દ્રભાઈ ભીખાલાલ દરજી (ચાણક્યપુરી)
  • શ્રી ભરતભાઈ પોપટલાલ દરજી (ચાણક્યપુરી)
  • શ્રી જગદીશભાઈ કનુભાઈ દરજી (ઘાટલોડિયા)
  • શ્રી વિજયભાઈ હિંમતલાલ દરજી (ઘાટલોડિયા)
  • શ્રી નવનીતભાઈ માણેકલાલ દરજી (નિર્ણયનગર)
  • શ્રી ધીરજલાલ રામજીભાઈ મકવાણા (મેઘાણીનગર)

આ રીતે દરેક ગામના પ્રતિનિધિઓએ જ્ઞાતિના કાર્યોમાં સહકાર આપ્યો છે. જ્ઞાતિનો સામાજીક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ થાય તે માટે સૌએ યોગદાન આપ્યું જે પ્રશંસનીય છે.

Scroll to Top