શ્રી પાંચગામ ગુજરાતી સઈ સુથાર દરજી જ્ઞાતિ આયોજિત આદર્શ વિવાહ

 

તા. ૧૪/૦૩/૨૦૨૭, રવિવાર (ફાગણ સુદ છઠ)

સહર્ષ જણાવવાનું કે, શ્રી પાંચગામ ગુજરાતી સઈ સુથાર દરજી જ્ઞાતિ દ્વારા અમદાવાદ મુકામે આદર્શ વિવાહનું આયોજન કરવામાં આવેલ છે.

આયોજનની મુખ્ય વિગતો અને નિયમો

  • આદર્શ લગ્ન: બંને પક્ષના ૨૫-૨૫ સભ્યો તેમજ મુખ્ય કમિટી સભ્યોની હાજરીમાં સાદાઈથી અને મર્યાદિત ખર્ચે લગ્ન સંપન્ન કરવામાં આવશે.
  • નોંધણી મર્યાદા: ઓછામાં ઓછા ૨ લગ્ન નોંધાશે તો જ કાર્યક્રમનું આયોજન થશે. વધુમાં વધુ ૫ લગ્ન વહેલા તે પહેલાના ધોરણે નોંધવામાં આવશે.
  • છેલ્લી તારીખ: લગ્ન નોંધણી તા. ૧૫/૧૧/૨૦૨૬ સુધી સ્વીકારવામાં આવશે.
  • ટોકન ડિપોઝિટ: નોંધણી વખતે બંને પક્ષે ₹૫૦૦/- ટોકન પેટે જમા કરાવવાના રહેશે, જે લગ્ન સંપન્ન થયા બાદ પરત કરવામાં આવશે.
  • ડોનેશન : આદર્શ વિવાહ નિમિત્તે કોઈ ફરજિયાત ડોનેશન ઉઘરાવવામાં આવશે નહીં. ફક્ત “કન્યાદાન” પેટે ભેટ/પ્રેઝન્ટ સ્વીકારવામાં આવશે.
  • સ્વૈચ્છિક સહયોગ: જો કોઈ વ્યક્તિ પોતાની સ્વેચ્છાએ દાન કે ભેટ આપવા ઇચ્છુક હોય તો તે આવકાર્ય છે (કોઈ દબાણ કે ફરજિયાત નથી).

📍 લગ્ન સ્થળ

શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર યુથ ફોરમ,
શ્રીનાથ બસ ડેપો સામે, વિશ્વકર્મા મંદિર રોડ,
નવા વાડજ, અમદાવાદ.

— શ્રી પાંચગામ ગુજરાતી સઈ સુથાર દરજી જ્ઞાતિ ટ્રસ્ટી મંડળ

Scroll to Top