પંચો
પાંચ ગામના ટ્રસ્ટની રચનાનો ઇતિહાસ
આશરે વર્ષ ૨૦૧૧ પહેલા, પાંચ જુદા જુદા ગામના પંચો કાર્યરત હતા — જેમાં કડી, વિરમગામ, પાટડી, માંડલ અને દેત્રોજનો સમાવેશ થાય છે.
- શ્રી બાલાજી ભગવાન પંચ વિરમગામ
- શ્રી મુરલીધર ભગવાન પંચ કડી
- શ્રી જાનરાયજી ભગવાન પંચ પાટડી
- શ્રી રણછોડરાય ભગવાન પંચ માંડલ
- શ્રી બહુચરાજી ભગવાન પંચ દેત્રોજ
આ દરેક પંચો પોતાના વિસ્તારમાં નાના અને મોટા સમાજના કારોબાર સંભાળતા હતા અને પોતપોતાની રીતે કાર્યરત હતા.
ત્યારબાદ સમાજમાં જાગૃતતા આવી અને એકતાના ભાવથી પ્રેરિત થઇને, વર્ષ 2011માં શ્રી પાંચ ગામ ગુજરાતી સાઈ સુથાર દરજી જ્ઞાતિના ટ્રસ્ટ ની એક સંયુક્ત રચના કરવામાં આવી, જે સમગ્ર સમાજ માટે કાર્ય કરે છે.
