શ્રી પાંચગામ ગુજરાતી સઈ સુથાર દરજી જ્ઞાતિ ની જનરલ સભા (સામાન્ય સભા) બોલાવવા બાબત
સવિનય સાથે જાણાવવાનું કે શ્રી પાંચગામ ગુજરાતી સઈ સુથાર દરજી જ્ઞાતિ ચેરિટીબલ ટ્રસ્ટ ની જનરલ સભા (સામાન્ય સભા) નીચે મુજબ રાખવામાં આવેલ છે.
📅 સભાની વિગતો
📍 તારીખ: 17/05/2026, રવિવાર
⏰ સમય: સવારના 09:30 કલાકે
📌 સ્થળ:
શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર યુવક ફોરમ,
શ્રીનાથ બસ સ્ટેન્ડ ડેપોની પાછળ,
વિશ્વકર્મા મંદિર રોડ, નવા વાડજ, અમદાવાદ.
📋 એજન્ડા
- 🪔 દીપ પ્રાગટ્ય.
- 🙏 વર્ષ દરમિયાન અવસાન પામેલ સભાસદોને શ્રદ્ધાંજલિ આપતો શોક ઠરાવ.
- 📖 ગત સામાન્ય સભાની કાર્યવાહીની વંચાણમાં લઈ બહાલી આપવા બાબત.
- 💰 તા. 01/04/2025 થી તા. 31/03/2026 સુધીના વાર્ષિક હિસાબો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ દ્વારા ઓડિટ થયેલ છે, તેને બહાલી આપવા બાબત.
- 📊 ગત વર્ષના કાર્યક્રમોની સમીક્ષા.
- 🏛️ પ્રમુખશ્રી તરફથી રજૂ થયેલ કામો ઉપર ચર્ચા-વિચારણા કરી નિર્ણય લેવા બાબત.
- 🤝 સમાજ ઉપયોગી કાર્યક્રમો જેમ કે સમૂહ લગ્ન, ઈનામ વિતરણ, શૈક્ષણિક પ્રોત્સાહન, મૃત્યુ સહાય, પ્રવાસ, ચોપડા વિતરણ વગેરે કાર્યક્રમોની રૂપરેખા અંગે ચર્ચા-વિચારણા.
- 💡 દરેક સભાસદના સમાજ ઉપયોગી સૂચનો.
- 🙏 આભાર દર્શન.
📌 નોંધ
આ મિટિંગમાં જો સભ્યોની હાજરીનું કોરમ પૂર્ણ નહીં થાય તો 30 મિનિટ પછી ઉપસ્થિત રહેલ સભ્યોની સંખ્યાને કોરમ ગણીને ફરીથી મિટિંગ મળશે, જેની કાર્યવાહી તમામ સભાસદોને બંધનકર્તા રહેશે.
આભાર સહ…
શ્રી જગદીશભાઈ વી. દરજી
(પ્રમુખ)
શ્રી જીતેન્દ્રભાઈ બી. દરજી
(મંત્રી)
